Video: દિવાળી પહેલાં આણંદ જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે

દિવાળી પહેલાં આણંદ જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહેલા આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની ધોલેરા અને માંડલ-બેચરાજી SIRના સ્પેશિયલ પ્રોજેક્ટના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની જગ્યાએ હવે કચ્છના પૂર્વ ડીડીઓ ઉત્સવ ગૌતમ નવા કલેક્ટર તરીકે પદભાર સંભાળશે, જ્યારે ડૉ. કુલદીપ આર્યાને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.








