સુરતમાં પીઠી લગાવી દુલ્હન આ કારણે પહોંચી યુનિવર્સિટી, પાટલી પર બેઠી તો જોતાં રહી ગયા લોકો
બેટી પઢાઓ, બેઢી બચાઓનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક થાય છે, જયારે કોઈ દીકરી પોતે અભ્યાસ માટે ઉ

બેટી પઢાઓ, બેઢી બચાઓનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક થાય છે, જયારે કોઈ દીકરી પોતે અભ્યાસ માટે ઉત્સાહ દર્શાવે છે. તેના પરિવારજનો પણ દીકરીને તેટલો જ સહકાર આપે છે. એવું કહેવાય છે કે અભ્યાસ માટેની ધગશ હોય તો વિદ્યાર્થીને કોઈ અડચણ નડતી નથી. આગળ ભણીને કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ ગમે તેટલી મુશ્કેલી કેમ ન આવે અભ્યાસ માટે ક્યારે પણ પાછી પાની કરતા નથી. ત્યારે હાલ લગ્નસરાની સિઝનમાં પોતાના લગ્નની પીઠી સાથે વિદ્યાર્થિની પરીક્ષા આપવા માટે નર્મદ યુનિવર્સિટી પહોંચી ગઈ હતી.
આ પણ વાંચોઃ Video: સુરતમાં ફરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી, તલવારથી કેક કાપી કાયદાના લીરા ઉડાવ્યા
પીઠી સાથે પરીક્ષા આપી
આ પહેલા પણ આપણે એવા ઘણા ઉદાહરણો જોયા હશે જેમાં વિદ્યાર્થીઓ એ કોઈપણ ઉંમરનો બાધ હોય કે પછી કોઈપણ શારીરિક તકલીફ હોય એ બધાને ભૂલીને પણ અભ્યાસ અને પરીક્ષાને મહત્વ આપ્યું છે. અને સૌને પ્રેરણા પણ આપી છે. આવું જ એક ઉદાહરણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં જોવા મળ્યું હતું. જ્યાં ફાઈન આર્ટસનો અભ્યાસ કરતી તમન્ના ચૌધરી મંડપ અને પીઠી બાદ સીધી જ પેપર આપવા માટે પહોંચી ગઈ હતી. તેણીએ કહ્યું કે, પરિવારના સપોર્ટના કારણે ડિગ્રી કર્યા બાદ ફાઈન આર્ટસનો અભ્યાસ કર્યો અને આજે પરીક્ષા પણ આપવા બધાના સાથ સહકારથી આવી છું.
પરિવારે કર્યો સપોર્ટ
દુલ્હનની માતા હંસાબેન ચૌધરીએ કહ્યું કે,તેના લગ્નની તારીખ પરીક્ષાના ટાઈમ ટેબલ પ્રમાણે પહેલાથી નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ પરીક્ષાની તારીખ આવી ગઈ હતી. જો કે, અમારી દીકરી થોડા ટેન્શનમાં હતી. પરંતુ અમે બધાએ હિંમત આપી હતી. તેનું ભણતર અને જિંદગીના ભવિષ્યને ધ્યાને રાખીને અમે જુસ્સો વધાર્યો અને બન્ને સચવાઈ જાય તે રીતે અમારા પ્રોગ્રામ રાખ્યા હતાં. અગાઉથી તેણે તૈયારી કરી હોવાથી લગ્નમાં તેને કોઈ જાતનો પ્રશ્ન આવે તેમ નથી અને તેના સપના સાકાર થાય તે માટે અમે સપોર્ટ કર્યો છે.








