સુરતમા ખાડી પૂરના પાણી ઓસરતા સફાઈ શરૂ, રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ
સુરતમાં પડેલા અનરાધાર વરસાદથી ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાડીઓની આસપાસના નીચાણવાળા

સુરતમાં પડેલા અનરાધાર વરસાદથી ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. હવે ધીમે-ધીમે પાણી ઓરસરવાનું શરૂ થયું છે. જેથી પાલિકા દ્વારા સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રોગચાળો ન ફેલાય તે માટે દવાના છંટકાવની સાથે લોકોના પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે.
મેડિકલની સુવિધા ઉભી કરાઈ
લિંબાયત મીઠી ખાડી આસપાસના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. હાલમાં ખાડીઓના જળસ્તર પણ ધીમે-ધીમે ઘટી રહ્યા છે. તો બીજી તરફ જે વિસ્તારમાં પાણી ઓસરવાના શરૂ થયા છે. તે વિસ્તારમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. સાફ સફાઈ, મેડિકલ અને દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ફૂડ પેકેટનું વિતરણ યથાવત
મેડિકલની 3 ટીમ, ફાયરની ટીમ કાર્યરત છે. હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો છે. ત્યાં સપ્લાય સિસ્ટમ પણ કાર્યરત છે. બોટ મારફત દૂધ, પાણી અને ફૂડ પેકેટ પહોચાડવાની કામગીરી એનજીઓ અને સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.








