મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાળકીને પીંખનાર દુષ્કર્મીને આકરી સજા, બારડોલી સેશન્સ કોર્ટે ફટકારી 35 વર્ષની કેદ 

બાળકો પર અત્યાચારના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના તાંતીથૈયા ગામે બ

બાળકીને પીંખનાર દુષ્કર્મીને આકરી સજા, બારડોલી સેશન્સ કોર્ટે ફટકારી 35 વર્ષની કેદ 

બાળકો પર અત્યાચારના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના તાંતીથૈયા ગામે બાળકી પર બાળાત્કાર ગુજારવાના કેસમાં આજે બારડોલી સેસન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને 35 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચોઃસુરતમાં કાયદાની સ્થિતિ કથળી, 24 કલાકમાં બીજી હત્યા, પાણીની લાઈન મુદ્દે યુવકને ઉતારાયો મોતને ઘાટ

ઐતિહાસિક ચુકાદો

કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાતીથૈયા ગામે વર્ષ 2021માં પોક્સો અને બળાત્કારના ગુનો બન્યો હતો. જ્યાં નરાધમ કુલદીપ રામાપતિ ગૌતમ ઝડપાયો હતો. તમામ પૂરાવા અને દલીલો બાદ બારડોલી સેસન્સ કોર્ટમાં આરોપી તકસીરવાર સાબિત થયો હતો. જેમાં આજે સુરતના 5માં એડિશનલ જજ આર. પી. મોગેરાએ એતિહાસિક ચુકાદો આપ્યો હતો.આરોપીને 35 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

35 વર્ષની સજા

દુષ્કર્મી જે તે દિવસે  કુલદીપ સગીર બાળકીને રૂમમાં લઇ જઈ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજારી આરોપી ફરાર થઈ ગયો હતો. કડોદરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેસન્સ કોર્ટમાં ચાલી હતી. ફરિયાદી તરફે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી. બારડોલી સેસન્સ કોર્ટનાં જજ આર. ટી. મોગેરા દ્વારા રજૂઆતોને ગ્રાહ્ય રાખી આરોપીને કસૂરવાર ઠેરવી સખત સજાનો હુકમ કર્યો હતો. આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને 35 વરસની સખ્ત કેદ ની સજા કરાઈ હતી.

દંડ અને સજા ફટકારી

સરકારી વકીલ નિલેશ પટેલે કહ્યું કે, આરોપી કુલદીપ રામાપતીને આજે કોર્ટે સજા ફટકારી છે. આરોપીએ રમતી બાળકીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આજે ટ્રાયલ ચાલી જતાં આરોપીને પોક્સો 4-2 મુજબ અંતર્ગત 35 વર્ષની સજા અને 15 હજારનો દંડ કર્યો હતો. પોક્સો 6 મુજબ 20 વર્ષની સજા અને 10 હજારનો દંડ અને પોક્સો 8 મુજબ પાંચ વર્ષની સજા અને 5 હજારનો દંડની સજા કરી હતી. દુષ્કર્મીને 35 વર્ષની સજા ભોગવવાની રહેશે.

આ સમાચાર શેર કરો