Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Big blow to Congress before local body elections: More than 100 workers, including former corporator, join BJP in Bhabhar

VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: ભાભરમાં પૂર્વ કોર્પોરેટર સહિત 100થી વધુ કાર્યકરોએ ધારણ કર્યો ભાજપનો ખેસ

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ભાભર નગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ભાભર શહેર અને તાલુકાના કોંગ્રેસના પાયાના કાર્યકરો અને અગ્રણીઓએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લેતા રાજકારણ ગરમાયું છે.

App Store

પૂર્વ કોર્પોરેટર અને કાર્યકરોનો કેસરિયો
ભાભર નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર હુકમસિંહ રાઠોડ સહિત 100થી વધુ સક્રિય કાર્યકરોએ ભાજપના એક કાર્યક્રમમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો. રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાવ-થરાદ જિલ્લા પ્રમુખ ડૉ. નરેશભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

નારાજગી અને પક્ષાંતર
ભાજપમાં જોડાયેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસના સ્થાનિક નેતાઓની કાર્યપદ્ધતિથી લાંબા સમયથી નારાજ હતા. કોંગ્રેસમાં પોતાની અને લોકોની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ ન આવતા આખરે તેમણે ભાજપની વિકાસની રાજનીતિમાં જોડાવાનું નક્કી કર્યું છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવા કાર્યકરોના આવવાથી ભાભર નગરપાલિકાની તમામ 24 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે.

ચૂંટણી પર અસર
આ પક્ષાંતરથી કોંગ્રેસને ભાભર નગરપાલિકા અને તાલુકા સ્તરે મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક ચૂંટણીઓ હવે જ્યારે ખૂબ જ નજીક છે ત્યારે આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું ભાજપમાં જવું એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે.