Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Only one teacher among 200 students in banaskantha

વિકસિત ગુજરાતનું કથળેલું શિક્ષણ: 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2024
લાઇવ ટીવીGoogle News
વિકસિત ગુજરાતનું કથળેલું શિક્ષણ: 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક

બનાસકાંઠા જિલ્લાના સુઇગામના ડાભી ગામની માધ્યમિક શાળાના વિધાર્થીઓનો અભ્યાસ અંધકારમય ચાલી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આ ગામની સરકારી શાળામાં ભણતાં 200 વિધાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે જે શાળાના તમામ વિદ્યાર્થીઓને ભણાવે છે. ડાભી ગામની સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9થી 12માં માત્ર એક જ સરકારી શિક્ષક છે જે આ તમામ ધોરણના બાળકોને કપરી પરિસ્થિતિમાં પણ ભણાવીને બાળકોની જીંદગીને સુધારે છે.

App Store

આ પણ વાંચો : વિદ્યાર્થીઓના ભોજનમાં છાશવારે આવતી જીવાત મામલે સમરસ હોસ્ટેલમાં મીડિયા પ્રતિબંધ

200 વિધાર્થીઓ વચ્ચે એક જ શિક્ષકને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અન્ય ત્રણ શિક્ષકો જ્ઞાન સહાયક પદથી ભણાવવા આવે છે કે જેમને ગુજરાત સરકાર દ્વારા કાયમી નથી કરવામાં આવ્યા અને અનારનવાર તેમની બદલી થતી રહે છે. જેને કારણે ઘણા સમયથી એક જ સરકારી શિક્ષકને લઈને વાલીઓ શાળામાં એકઠા થયા હતા.