Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Call center caught cheating foreign nationals and extorting money

બનાસકાંઠામાંથી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2025
લાઇવ ટીવીGoogle News
બનાસકાંઠામાંથી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું

બનાસકાંઠાના વાવમાં સાયબર ક્રાઈમે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા જેમાં ઇન્ટરનેશનલ નાણાનો ફ્રોડ થતો હોવાની આશંકાને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. વાવમાં મકાન ભાડે રાખી અલગ અલગ રાજ્યના લોકો રહેતા હતા.

App Store

બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના દીપાસરા ગામેથી લોન આપવાના બહાને વિદશી નાગરિકોને લલચાવી ફોન ઉપર ખોટા ચાર્જના નામે રૂપિયા પડાવવાનું કોલ સેન્ટર આર આર સેલના અધિકારીઓએ ઝડપી પાડ્યું છે. આ કોલ સેન્ટરમાં બેન્ક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જના નામે રૂપિયા પડાવતા હતા. કોલ સેન્ટરમાંથી 25 નંગ લેપટોપ, 30 મોબાઈલ ફોન, 19 હેડફોન, 1 પ્રિન્ટર, યુ પી એસ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ચાંદખેડાની SMS હોસ્પિટલમાં ઓપરેશન બાદ વૃદ્ધનું મોત, પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલે કહ્યું,'જે થાય તે કરી લો'

તમામ લોકોના પર્સનલ 20 મોબાઈલ ફોન, 36,000 રોકડ રકમ સહિત 8,36,900નો મુદ્દામાલ સાયબર સેલ ભુજે ઝપડી પાડ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમની ટીમે યુપી, આણંદ, મિઝોરમ, કોલકતા, નાગલેન્ડ અને હિમાચલ પ્રદેશ સહિતના 16 મહિલા તથા પુરુષોને ઝડપી પાડયા છે. આ સમગ્ર મામલે સાયબર સેલની ટીમ દ્વારા છેલ્લા 12 કલાકના વધુ સમયથી તપાસ હાથ ધરવામાં આવી છે.