મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્ય

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો પ્રારંભ કરાવ્યો હતો. આ રવી કૃષિ મહોત્સવ-2024 તારીખ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

 કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત 2005થી કરાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના ઉદાત અભિગમ સાથે કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત 2005થી કરાવી હતી.

આ પણ વાંચો: Video: નસવાડી બ્લોક હેલ્થ ઓફિસ જ બીમાર, કર્મચારીઓ જીવના જોખમે કામ કરવા મજબૂર

ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કૃષિ મહોત્સવનું આયોજન

રવિ સિઝનમાં ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ઉપરાંત પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુત અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો