મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભુજમાં વીજળી પડતા એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની તૂટીને નીચે પડી

Kutch News : ભુજમાં વીજળીના ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું. એક તરફ જયાં લોકોમાં ચોમસાના આગમનથી ખુશ

VIDEO :  ભુજમાં વીજળી પડતા એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની તૂટીને નીચે પડી

Kutch News : ભુજમાં વીજળીના ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું. એક તરફ જયાં લોકોમાં ચોમસાના આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી કે જ્યાં ચોમાસાના આગમન સાથે જ પ્રથમ વરસાદમાં શહેરના ઘનશ્યામ નગર વિસ્તારમાં આવેલી  જર્જરિત બિલ્ડિંગ પર વીજળી પડી હતી. 

સનરાઈઝ એપાર્ટમેન્ટ પરના ચોથા માળની બાલકની વીજળી પડતાં બાલ્કનીનો ભાગ પડીને નીચે પડ્યો હતો. તો બાજુમાં આવેલા ઢોસા હાઉસ પર બાલ્કનીનો સ્લેબ પડ્યો હતો.જેથી ઢોસા હાઉસના પતરા તુટી પડતા ભારે નુકસાની થઇ હતી. આ રેસ્ટોરન્ટમાં 40 થી 50 જણાની બેઠક વ્યવસ્થા હતી. જો કે રેસ્ટોરેન્ટ બંધ હોવાના કારણે જાનહાની ટળી હતી. પરંતું જો લોકો અંદર બેઠેલા હોત અને જાનહાની થઇ હોત તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે. જુઓ આ વિડિયો - 

આ સમાચાર શેર કરો