હિન્દુવાદી નેતાઓને ધમકી આપનારા કટ્ટરવાદી મૌલાનાને છોડાવવાનો ઓડિયો વાયરલ, આ રાજકીય પક્ષનો ઉલ્લેખ
હિંદુવાદી નેતાઓની હત્યા કરવા માટે ષડયંત્ર રચવાના આરોપમાં મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે.

હિંદુવાદી નેતાઓની હત્યા કરવા માટે ષડયંત્ર રચવાના આરોપમાં મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ મૌલાના રિમાન્ડ હેઠળ છે. ત્યારે મૌલાનાને છોડાવવા માટે થઈને તૈયારીઓ ચાલતી હોવાની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં કોંગ્રેસ મદદ કરશે તેવી વાત કરવામાં આવી રહી છે. જો કે, જીએસટીવી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. જો કે, વાયરલ વીડિયો મુદ્દે ગૃહમંત્રીએ કહ્યું કે, કોઈ રાજકીય પક્ષે પોતાના હિત માટે આવું ન કરવું જોઈએ. સુરક્ષાના મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ.
મૌલવીએ કરી વાતચીત
ઓડિયો ક્લિપમાં વાતચીત મુજબ એક તરફથી કહેવાય છે કે, સુરતમાંથી કોંગ્રેસના નેતા મૌલવીને છોડાવવા માટે પૂરેપૂરી સહાય કરે તેવી વ્યવસ્થા થઈ ગઈ છે. આ કથિત ઓડિયોમાં એક તરફે દક્ષિણ ગુજરાતના અન્ય એક મૌલવી મોહમ્મદ ફરીદ વાત કરી રહ્યા હોય તેવું સૂત્રો કહી રહ્યાં છે. જ્યારે સામે પક્ષે તેઓ કોની સાથે આવી વાત કરી રહ્યા છે તે જાણી શકાયું નથી.
વકીલ સહિત નાણાની વ્યવસ્થાની વાત
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૌલાનાને છોડાવવા માટે નાણાની સાથે વકીલની વ્યવસ્થા પણ થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. મૌલવી મહમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલ હાલ રિમાન્ડ પર છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, મૌલવી પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશોના આતંકીઓ અને અલગતાવાદી માનિસિકતા ધરાવતા લોકો સાથે સંપર્કમાં હતાં.








