વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થી લેભાગુ એજન્ટથી ગેરમાર્ગે ને દોરાય તે માટે 10 દેશની 200 યુનિ. આવી સુરત
વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને એક જગ્યાએ પારદર્શક માહિતી મળી રહે તે માટે સાયન્સ સેન્ટર ખાતે એક્સપોનું આયોજન કર

વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને એક જગ્યાએ પારદર્શક માહિતી મળી રહે તે માટે સાયન્સ સેન્ટર ખાતે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેભાગુ એજેન્ટ દ્વારા ગેરમાર્ગે દોરવાતા વિદ્યાર્થી અને વાલી ઓને, સરકાર માન્ય નિયમો ને આધીન સત્ય અને પારદર્શક માહિતી મળી રહે એ હેતુ ને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. આ એક્સપોમાં 10 દેશની લગભગ 200થી વધુ યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓને અપાયું સચોટ માર્ગદર્શન
પ્રશાંત જોશીએ કહ્યું કે, ફોરેન એજ્યુકેશન એક્સપો 2024 નું આયોજન એડવેંચર ઓવરસીઝ અને ઇમિગ્રેશન સોલ્યૂશનના માર્ગદર્શન હેઠળ કરવામાંમાં આવ્યું હતુ. જ્યાં 10 થી વધુ દેશોની 200થી વધુ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. એક્સપોમાં વિદ્યાર્થીઓને IELTS/ PTE/ TOEFL જેવી એક્ઝામ ફી અને કોચિંગ ફી માટે ના કેશબેક ડિસ્કાઉન્ટ વાઉચર, એડમિશન ફી માં સ્કોલરશીપ, શૈક્ષણિક લોન, ભણ્યા પછી જોબ, અને વિદેશ માં સ્થાયી થવા માટે નું માર્ગદર્શન આપી વિદ્યાર્થી અને વાલી ઓ ના શૈક્ષણિક સપનાઓને સાકાર કરવાંમાં મદદરૂપ થવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દરેક તબક્કે અપાય છે માર્ગદર્શન
જર્મનીથી આવેલા ડો. જય ક્રિષ્ન ઠાકુરએ કહ્યું કે, જર્મનીમાં યુરોપિયન ઈન્સ્ટીટ્યુ તેઓ વર્ષોથી ચલાવી રહ્યાં છે. જર્મનીમાં વિદ્યાર્થીઓને સરળતાથી રહી શકે. ત્યાં ગયા પછી અલગ અલગ મેનેજમેન્ટ કોર્ષમાં એડમિશન મળી રહે તે માટે મદદ કરવામાં આવે છે. માત્ર અભ્યાસ જ નહી ઈમિગ્રેશનથી લઈને તમામ સપોર્ટ કરવામાં આવે છે. દરેક તબક્કે માર્ગદર્શન અને ગાઈડન્સ આપવામાં આવે છે. જોબ મેળવવાથી લઈને પરિવારને સેટલ કરવા સુધીનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીને પરિવારની હૂંફ મળી રહે.








