સુરત કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમ

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રેલ્વે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવતા રેલવે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ
સુરતના કીમ નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અજાણ્યા ટીખળખોર દ્વારા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવી છે. રેલવે અધિકારીને બનાવની જાણ થતા જ રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.






