હિંમતનગરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર લોખંડની ગડરો ગોઠવી
સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશન નજીક મોટી દુર્ઘટના ટળી છે. અજાણ્યા ત્રણ શખ્સોએ રેલવે ટ્રેક પર લોખંડની ગડર મૂકી

સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશન નજીક મોટી દુર્ઘટના ટળી છે. અજાણ્યા ત્રણ શખ્સોએ રેલવે ટ્રેક પર લોખંડની ગડર મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અસારવા- ઉદેપુર ડેમુ ટ્રેનના ટ્રેક પર બની હતી. સદનસીબે, રેલવેના પાયલોટે સમયસૂચકતા રાખી ટ્રેનને સમય પહેલા રોકી દીધી અને મોટી દુર્ઘટના ટળી ગઈ. ઘટના બાદ રેલવે પોલીસ અને હિંમતનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.




