VIDEO: રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓને ટૂંપો દેવાનો પ્રયાસ, શાળા સંચાલક મંડળના પ્રમુખના આક્ષેપ
ગુજરાતમાં સરકારી નીતિઓના કારણે કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાની કગાર પર હોવાનો આરોપ લગાવાયો છે.
ગુજરાતમાં સરકારી નીતિઓના કારણે કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાની કગાર પર હોવાનો આરોપ લગાવાયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, છેલ્લા 14 વર્ષથી શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતીમાં અનિયમિતતા ચાલી રહી છે, જેના લીધે શાળાઓમાં સ્ટાફની અછત સર્જાય છે. પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે.
અમદાવાદની અર્ચના સ્કૂલમાં 57, ગોમતીપુરની દી એસ એમ હાઈસ્કૂલમાં 44 અને જીતુ ભગત વિદ્યાવિહારમાં માત્ર 54 વિદ્યાર્થીઓ છે. શહેરની 25 શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100થી પણ ઓછી છે. સરકારની ભરતીમાં અનિયમિતતાને કારણે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા જળવાતી નથી, જેથી વાલીઓ ખાનગી શાળાઓમાં મોંઘી ફી ચૂકવવા મજબૂર બને છે.




