મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પર સણોસરા ગામે થયો જીવલેણ હુમલો, જાણો શું છે બબાલ

Rajkot News : રાજકોટના કુવાડવા નજીક સણોસરા ગામે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના ચેરમન ચેતન ચંદ

રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પર સણોસરા ગામે થયો જીવલેણ હુમલો, જાણો શું છે બબાલ

Rajkot News : રાજકોટના કુવાડવા નજીક સણોસરા ગામે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના ચેરમન ચેતન ચંદ્રેશભાઇ કથીરીયા (ઉ.વ.35) ઉપર પ્રજાસત્તાક પર્વની સવારે ગ્રામ પંચાયતના ગેઇટ નજીક જ ગામના જ રહેવાસી ઇલ્યાસ રહીમભાઇ શેરસીયાએ લોખંડના પાઇપથી હુમલો કરી માર માર્યો હતો.  

ગાળો દઇ લોખંડના પાઇપથી હુમલો કર્યો 

ચેતન કથિરીયા પ્રાથમિક શાળાએ ધ્વજવંદન કરીને ઘરે જવા ગામના ડાયાભાઇ ફાંગલીયાના મોટરસાઇકલમાં બેસીને જતા હતા, ત્યારે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે જ ઇલ્યાસે તેમને આંતરી ગાળો દઇ લોખંડના પાઇપથી હુમલો કરી દીધો હતો. 

હાથના અંગુઠામાં ફ્રેકચર થયું 

આ ઘટનામાં ચેતન કથીરીયાને  પગમાં અને હાથમાં ઇજા થતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તબિબી નિદાન થતાં હાથના અંગુઠામાં ફ્રેકચર થયાનું જણાયું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. રજયા સહિત સ્ટફ હોસ્પિટલે પહોંચી ચેતન કથીરીયાની ફરિયાદ પરથી આરોપી ઇલ્યાસ વિરુદ્ધ BNSની કલમ 115(2), 117(2), 352, GP એકટ 135 મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ 

ચેતનના નાના ભાઈના પત્ની સાથે પણ અગાઉ આ શખ્સે બિભસ્ત ચેનચાળા કર્યા હતા. અગાઉ પણ આ શખ્સ સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી. પોતાના પર હુમલાની ઘટના અંગે ચેતન કથીરીયાએ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે. આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તાલુકા ભાજપના અગ્રણીઓએ માંગ કરી છે. 

એક વર્ષ પહેલા બનેલી ઘટનાની દાઝ રાખીને હુમલો કર્યો

એક વર્ષ પહેલા સણોસરા ગામે ઇલ્યાસને પાંચેક શખ્સોએ ઢોર મારમાર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ ઘટનામાં સામસામે ગંભીર આક્ષેપો થયા હતા. કુવાડવા પોલીસે ઘટના અંગે તાલુકા પંચાયત પ્રમુખ સહિતનાઓ વિરૂદ્ધ ગુનો નોંધયો હતો. આ ફરિયાદ બાદ બંન્ને પક્ષે વેરઝેર ચાલતુ હતું, જેનો ખાર રાખી 26 જાન્યુઆરીના રોજ ઇલ્યાસે ચેતન કથીરીયા પર હુમલો કર્યો હતો.

આ સમાચાર શેર કરો