મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારી લોકસભામાં આવતી સુરતની ચાર વિધાનસભા કરતાં આ વિધાનસભામાં મતદાન થયું વધુ

નવસારી લોકસભામાં બેઠકમાં મતદાનની અલગ જ પેટર્ન જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારની વિધાનસભામાં બપોરે 3 વાગ્યા સુધી

નવસારી લોકસભામાં આવતી સુરતની ચાર વિધાનસભા કરતાં આ વિધાનસભામાં મતદાન થયું વધુ

નવસારી લોકસભામાં બેઠકમાં મતદાનની અલગ જ પેટર્ન જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારની વિધાનસભામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 53થી લઈને 58 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સુરત શહેરી વિસ્તારમાં આવતી ચાર વિધાનસભામાં 41થી લઈને 44 ટકા મતદાન થતાં સુરતના કાર્યકરો દોડતા થયા છે.  શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની ટકાવારી વધુ છે. તે જાણ્યા બાદ સુરત ભાજપના કાર્યકરોએ મતદાન વધુ થાય તે માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ગરમી તથા આ વખતે મતદારોમાં ઉદાસીનતાના કારણે ભાજપના મતદારોને પરસેવો પડી રહ્યો છે. 

ભાજપના નેતા-કોર્પોરેટરને જવાબદારી

સુરત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉમેદવાર છે તેવી નવસારી લોકસભામાં મતદાન માટે સુરત લોકસભામાં આવતા ભાજપના નેતાઓ-કોર્પોરેટરોને જવાબદારી સોંપવામા આવી છે. તેમ છતાં સુરત શહેર વિસ્તારમાં આવતી લિંબાયત, ચોર્યાસી. મજુરા અને ઉધના વિધાનસભા કરતાં ગ્રામ્ય નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આવતી જલાલપોર, ગણદેવી અને નવસારી વિધાનસભામાં મતદાન ઝડપી થઈ રહ્યું છે. 

મતદાનની પ્રક્રિયા ધીમી

ભાજપના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ભાજપના કાર્યકરો દ્વારા બુથ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે સવારે મતદાન મથકો પર ભીડ ચાલતી હતી પરંતુ બપોર બાદ મતદાનની પ્રક્રિયા ધીમી થઈ હતી. બપોરે એક વાગ્યા સુધીમાં સુરત  શહેરમાં આવતી ચાર વિધાનસભામાં 41થી 44 ટકા વચ્ચે મતદાન થયું તું. જ્યારે નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં આવતી ત્રણ વિધાનસભામાં 53થી 58 ટકાની વચ્ચે મતદાન થયું છે. સુરતના ભાજપના નેતાઓ વધુ મતદાન થાય તે માટે દોડાદોડી કરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો