મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવરાત્રિનો પ્રારંભ થતાં મંદિરોમાં ઉમટી ભીડ, સુરતમાં છૂટો છવાયો વરસાદ ખેલૈયાઓના અરમાન પર ફેરવી શકે છે પાણી

આજથી માં અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ છે. ત્યારે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી

નવરાત્રિનો પ્રારંભ થતાં મંદિરોમાં ઉમટી ભીડ, સુરતમાં છૂટો છવાયો વરસાદ ખેલૈયાઓના અરમાન પર ફેરવી શકે છે પાણી

આજથી માં અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ છે. ત્યારે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. બીજી તરફ નવરાત્રી રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદને લઇને એક સારા સમાચાર છે. હાલ ધોધમાર વરસાદ વરસે તેવી કોઇ સિસ્ટમ એકટીવ નથી. છતા ભેજવાળા વાતાવરણ અને વાદળોના આકાશમાં સમુહના કારણે કયારેક કયારેક સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વિધ્ન નાંખી શકે તેમ છે.

સિસ્ટમ પાવરફુલ નથી

રાજયમાં આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઇ રહ્યો છે. આ તહેવાર સાથે જ નવરાત્રિના વિવિધ સ્થળોએ થયેલા આયોજનમાં વરસાદ પડે તો ખલેલ પડી શકે તેમ હોવાથી આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે. ત્યારે ખેલૈયાઓની ચિંતા ઓછી થતા સમાચાર પ્રાપ્ત થયા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ૨૦૨૪ ની ચોમાસાની સિઝનને વિદાય આપી દીધી છે. જો કે હાલ કર્ણાટક અરબી સમુદ્ર પર એક સિસ્ટમ એકટીવ છે. જો કે આ સિસ્ટમ એટલી પાવરફુલ નથી. આ ઉપરાંત ચોમાસાની વિદાય તો થઇ ગઇ છે. 

ચોક્કસ સ્થળે વરસાદ પડી શકે

આકાશમાં વાદળોના સમૂહ હાજર છે. હાલ ભેજવાળુ વાતાવરણ છે. જેના કારણે કયાંક ને કયાંક વરસાદ આવે તેવી શકયતાઓ છે. જો કે આ વરસાદ સમ્રગ શહેર કે જિલ્લામાં નહીં, પરંતુ કોઇ ચોક્કસ પોકેટમાં વરસે તેવી સંભાવનાઓ હવામાનવિદોએ વ્યકત કરી છે. આથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસે તેવી શકયતાઓ છે. જો કે જે પોકેટમાં દે ધનાધન વરસશે ત્યાં નવરાત્રિનું આયોજન પણ પાણી ફરી વળશે.

આ સમાચાર શેર કરો