મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના ઉધના વિસ્તારમાં હિન્દુ નામ ધારણ કરી વેપાર કરનાર મુસ્લિમ શખ્સની ધરપકડ

Surat New : સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં એક કલ્પનામાં ન આવે તેવી ફરિયાદ નોંધાઈ

સુરતના ઉધના વિસ્તારમાં હિન્દુ નામ ધારણ કરી વેપાર કરનાર મુસ્લિમ શખ્સની ધરપકડ

Surat New : સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં એક કલ્પનામાં ન આવે તેવી ફરિયાદ નોંધાઈ  છે. ઉધના પોલીસે એક મુસ્લિમ વેપારીની ધરપકડ કરી છે,  જેણે હિન્દુ નામ ધારણ કરી વેપાર કર્યો હતો તે તેની સાથે સાથે એક કાપડ દલાલની પણ ધરપકડ કરવામાં આવી છે. 

સુરતમાં GST નંબર ભાડે લઈને છેતરપીંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઉધના પોલીસે આબિદ હુસેન રિઝવાની નામના એક શખ્સની ધરપકડ કરી છે તેની સાથે સાથે મહેશ ભાલાણી નામના અન્ય એક કાપડ દલાલની પણ ધરપકડ કરી છે. તેઓની પૂછપરછમાં ખૂબ જ ચોકવનારી વિગતો સામે આવી છે. 

હિન્દુ વેપારીનો GST નંબર ભાડે લીધો, પોતાની ઓળખ હિન્દુ તરીકે સ્થાપિત કરી

કાપડ વેપારી આબીદ હુસૈન રીઝવાનીએ ધંધો કરવા માટે એક જગદીશ કુમાવત નામની વ્યક્તિના નામે GST  નંબર ભાડે લીધો હતો અને પોતાના નામની ઓળખ આબીદ હુસેન નહીં પરંતુ જગદીશ કુમાવત તરીકે આપી હતી. એટલું જ નહીં મહાવીર ક્રીએશન નામની દુકાન પણ તેણે શરૂ કરી હતી એટલે કે મુસ્લિમ વેપારી આબીદ હુસેન રીઝવાની એ પોતે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ નામની દુકાન શરૂ કરી પોતાની ઓળખ હિન્દુ તરીકે પ્રસ્થાપિત કરી દીધી હતી અને વેપાર ધંધો કરતો હતો.

ગ્રે કાપડની 72 લાખની ચુકવણી ન કરી અને સમગ્ર ભાંડો ફૂટ્યો 

આ શખ્સે અમરોલી વિસ્તારના એક એક પાવરલૂમ સ્ટારક પાસેથી રૂપિયા 72 લાખથી વધુની રકમનું ગ્રે કાપડ ખરીદ્યું હતું. પરંતુ તેનું પેમેન્ટ કર્યું ન હતું જેને પગલે સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉધના પોલીસે ફરિયાદના આધારે આ શખ્સની ધરપકડ કરી હતી અને તપાસમાં આ સમગ્ર કૌભાંડ બાહર આવ્યું હતું. 

GST નંબર ભાડે આપનાર અને એક કાપડ દલાલ વોન્ટેડ જાહેર 

હાલમાં ઉધના પોલીસે આબિદ હુસેન રીઝવાની અને કાપડ દલાલ મહેશ ભાલાણીની ધરપકડ કરી છે જ્યારે આ કેસમાં GST નંબર ભાડે આપનાર જગદીશ કુમાવત અને કાપડ દલાલ અનિલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.  ઉધના પોલીસે સમગ્ર મામલામાં આરોપી આબીદ હુસેન રિઝવાની એ અન્ય કોઈની સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો