મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Aravali news: ભેંસલા પાસે ગમ્ખવાર અકસ્માત, બાળક સહિત 3ના ઘટનાસ્થળે મોત

અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક ભેંસલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જ

Aravali news: ભેંસલા પાસે ગમ્ખવાર અકસ્માત, બાળક સહિત 3ના ઘટનાસ્થળે મોત

અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક ભેંસલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાઈક અને ઈકો કાર વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. મૃતકોમાં બે બાઈક સવાર અને ઈકો કારના ચાલકનો સમાવેશ થાય છે.

ઈકો કાર રોડની બાજુની ગટરમાં ખાબકી ગઈ

અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કાર રોડની બાજુની ગટરમાં ખાબકી ગઈ. મૃતક બાઈક સવારો અને ઈજાગ્રસ્તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામના વતની હોવાનું જાણવા મળ્યું. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજસ્થાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રાજસ્થાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.  

પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો