મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સાતમાં ધોરણની વિદ્યાર્થીનીઓનું આરંગેત્રમ, નૃત્યના ભાવ સાથેની અભિવ્યક્તિએ સૌને કર્યા મંત્રમુગ્ધ

સુરતના જીવનભારતી હોલનો સ્ટેજ તાલ, સંગીત અને નૃત્યના ભાવોથી સજી ઉઠ્યો હતો. પ્રેસિડન્સી સ્કૂલની ચાર વિદ્યાર્થીનીઓનું સ

સુરતમાં સાતમાં ધોરણની વિદ્યાર્થીનીઓનું આરંગેત્રમ, નૃત્યના ભાવ સાથેની અભિવ્યક્તિએ સૌને કર્યા મંત્રમુગ્ધ

સુરતના જીવનભારતી હોલનો સ્ટેજ તાલ, સંગીત અને નૃત્યના ભાવોથી સજી ઉઠ્યો હતો. પ્રેસિડન્સી સ્કૂલની ચાર વિદ્યાર્થીનીઓનું સમૂહ આરંગેત્રમ્ પ્રસ્તુત થયું હતું. ધોરણ 7માં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થીનીઓ ( કુ. નવ્યા, કુ. આરાધ્યા, કુ. હીર અને કુ. પલક) એ  સ્કૂલ દ્વારા 'રંગભવન' ઓડિટોરિયમ ખાતે યોજાયેલ અષ્ટમ્ આરંગેત્રમ્ સમારોહમાં ભરતનાટ્યમની દિક્ષા ગ્રહણ કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ગાંજો લાવનાર કાલિયાને ઝડપવા પોલીસ બની મજૂર, ચક્રવાતના ખતરા વચ્ચે ખેતરમાંથી દબોચ્યો

વિશેષ માર્ગદર્શન અપાયું

સ્કૂલના આચાર્ય દિપીકા શુકલએ કહ્યું કે, સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ્ વિષયરૂપે સમાવિષ્ટ કરવામાં આવેલો છે. વર્ગખંડમાં જ ભરતનાટ્યમ્ શીખવવામાં આવે છે. ત્યાં જ પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેની કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. તાલિમની યોગ્ય અવધિ પૂર્ણ થાય ત્યારબાદ વિદ્યાર્થીનીઓને સ્કૂલ દ્વારા આરંગેત્રમ માટે અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. 

સમયપત્રક બનાવવામાં આવે છે

ટ્રસ્ટી એન. એમ. કારિયાએ કહ્યું કે, સતત પ્રતિવર્ષ આરંગેત્રમ માટે વિદ્યાર્થીનીઓ પ્રયત્નશીલ રહે છે. આ આઠમા સમૂહ આરંગેત્રમ કલાસાધનાની પ્રસ્તુતિ શક્ય બની હતી. આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપશ્ચર્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલિમ આપવાનો કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે, 'પ્રેમ, પરખ અને પ્રોત્સાહન'ના સૂત્રને મુદ્રાલેખ બનાવી સતત વિદ્યાર્થીનીઓના હિતચિંતનરૂપે સ્કૂલના સમયપત્રકમાં સહઅભ્યાસી પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો