Dahod: ઈન્દોર-અમદાવાદ હાઈવે પરથી અંદાજે 5 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, દાહોદ નગરપાલિકા અને પોલીસ વિભાગની સંયુક્ત કાર્ય

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, દાહોદ નગરપાલિકા અને પોલીસ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ઈન્દોર-અમદાવાદ હાઇવે પર RTO કચેરી સામેના વિસ્તારમાંથી બે ટ્રકમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. રાત્રી દરમિયાન વિશેષ ડ્રાઇવમાં 120 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની થેલીઓનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો હાલોલથી ઝારખંડ તરફ લઈ જવામાં આવતો હતો. અંદાજે 5 ટન જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. જપ્ત કરાયેલો માલ દાહોદ નગરપાલિકામાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહીને પર્યાવરણ સુરક્ષા માટે મહત્વની માનવામાં આવી છે.




