મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GPSCના ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની નિમણૂક

GPSCના ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1

GPSCના ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની નિમણૂક

GPSCના ચેરમેન તરીકે IPS હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને સરકારે IPS હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી છે. દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ તેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાની હોઈ સરકારે હવે લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલને ચેરમેન તરીકે વરણી કરી છે.

કોણ છે IPS હસમુખ પટેલ

વર્ષ 1993 બેચના આઈપીએસ હસમુખ પટેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. સ્કુલનો અભ્યાસ તેમણે બનાસકાંઠાના બાલુન્દ્રા ગામ તેમજ ઈકબાલગઢ ખાતે કર્યો અને હાઈસ્કુલનો અભ્યાસ વિસનગરમાં પૂર્ણ કર્યો. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો. IPS Civil List માં જણાવ્યાનુસાર હસમુખ પટેલના અભ્યાસ અને ડીગ્રીની યાદીમાં એમ.ઈ. સ્ટ્રક્ચરલ એન્જિનીયરિંગ, માસ્ટર ડીગ્રી ઈન પોલીસ મેનેજમેન્ટ MBA, PhD, LLM સામેલ છે. 23 જૂન 1965ના રોજ જન્મેલા 59 વર્ષીય હસમુખ પટેલની ઈચ્છા ડૉક્ટર  બનવાની હતી. પાંચ માર્ક ઓછા આવવાના કારણે તેમને મેડિકલના બદલે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. UPSCમાં ચાર વખત ગુજરાતીમાં પેપર લખનારા હસમુખ પટેલ ત્રણ વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા. બે વખત સિવિલ સર્વિસ પાસ કરી હતી. ત્રીજા પ્રયાસમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ  અને ચોથા પ્રયત્નમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ પસંદ કરી હતી. તેઓ SP તરીકે સુરત, પોરબંદર, વલસાડ (Valsad) ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. DIG IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને વર્ષ 2018થી ADGP હસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

આ સમાચાર શેર કરો