અમદાવાદ: ગુજરાત યુનિ. આવી વિવાદમાં, GCCI કાઉન્સિલમાં ભાજપના નેતાની બારોબાર કરી નિમણૂંક
ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જીસીસીઆઈ (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જીસીસીઆઈ (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ના નોમીની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે. જો કે બીજી બાજુ જીસીસીઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે ચેમ્બર ઓફ કોમર્સે યુનિવર્સિટીને GCCIના નોમીની તરીકે કોઈ નામ મોકલ્યું જ નથી. આમ ગુજરાત યુનિ.દ્વારા જીસીસીઆઈના નોમીની મેમ્બર તરીકે બારોબાર એટલે કે GCCIની જાણ બહાર જ નિમી દીધા હોવાની ફરિયાદ ઉઠી છે.
કુલપતિએ સત્તાનો ઉપયોગ કરીને બે મેમ્બરની કરી હતી નિમણૂંક
સરકારના કોમન યુનિ. એક્ટ અંતર્ગત 6 નવેમ્બર 2023ના રોજ ગુજરાત યુનિ.ની એક્ઝિયુટીવ કાઉન્સિલની રચના થઈ હતી. આ કાઉન્સિલમાં 22માંથી 11 મેમ્બર જ નિમાયા હતા, અને 50 ટકા જગ્યા ખાલી હતી, ત્યારે તાજેતરમાં યુનિ.ના કુલપતિએ બે મેમ્બરની નિમણૂંક કરી છે.
અમે કાઉન્સિલમાં નોમીની માટે નામ મોકલ્યું જ નથી: GCCI
મનન દાણી હાલ ભાજપના આઈટી સેલમાં હોદ્દાદાર છે ત્યારે બીજી બાજુ જીસીસીઆઈના એડિશનલ સેક્રેટરી જનરલ દ્વારા ગુજરાત યુનિ.ને પત્ર લખવામાં આવ્યો છે કે અમે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જીસીસીઆઈના નોમીની તરીકે કોઈ પણ નામ મોકલ્યુ નથી. જેથી યુનિ.દ્વારા GCCIને મેમ્બરનું નામ મોકલવા-નિમણૂક બાબતે લેટર મોકલવામાં આવે અને ત્યારબાદ સંદર્ભે જીસીસીઆઈ દ્વારા કાઉન્સિલમાં મુકવાના થતા સભ્યનું નામ યુનિ.ને મોકલવામાં આવશે.
આમ યુનિ.એGCCIની જાણ બહાર જ બારોબાર સભ્ય નિમી દીધા છે. મહત્ત્વનું છે કે આ પત્ર બાદ જ ગત સોમવારે યુનિ.માં કાઉન્સિલની મીટિંગ મળી હતી અને જેમાં પણ આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ હોવાની શક્યતા છે






