20 લાખ નહીં મળતા દુષ્કર્મની ખોટી ફરિયાદ કર્યાની હેડ કોન્સ્ટેબલની પત્નીની સુરત પોલીસ કમિશનરને અરજી
સુરતના ઉધના પોલીસ મથકમાં સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસના સેલેરી

સુરતના ઉધના પોલીસ મથકમાં સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસના સેલેરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેન્કની 29 વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરને લગ્ન કરવા દબાણ કરી માર માર્યો હતો. ભાણેજનું અપરણ કરવાની ધમકી પણ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ યુવતીએ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. જો કે આ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલની પત્નીએ પોલીસ કમિશનરને અરજી કરી આક્ષેપ કર્યા છે કે, યુવતીએ તેના પતિને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા 2.50 લાખ પડાવ્યા બાદ વધુ 20 લાખ નહીં મળતા અને સાથે રહેવા નહીં આવતા દુષ્કર્મના ફોટા કેસમાં ફસાવ્યા છે.
કોન્સ્ટેબલના બચવામાં પત્ની આવ્યા
ઉધના પોલીસ મથકમાં સર્વેલન સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીએ પોલીસ સેલેરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેન્કની 29 વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરને લગ્ન કરવા દબાણ કરી પીછો કરી માર માર્યો હતો. ભાણેજનું અપરણ કરવાની ધમકી પણ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર યુવતીએ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. દરમિયાન આ પ્રકરણમાં રણજીતસિંહના પત્ની રેખા બેને પોલીસ કમિશનરને અરજી કરી છે.
અગાઉ કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કરેલો
કોન્સ્ટેબલની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર યુવતીએ તેમના પતિનો મોબાઇલ નંબર લઇ તેમના સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી પહેલા મિત્રતા કેળવી હતી. બાદમાં પ્રેમ જાળમાં ફસાવ્યા હતા. ત્યારબાદ અવારનવાર રૂપિયાની માંગ કરી હતી. જેથી રૂપિયા એક લાખ તેના પતિએ આપ્યા ન આપે તો તેને ખોટા કેસમાં ફસાવી પોલીસની નોકરી છોડાવી દેવાની ધમકી આપી હોય તેમના પતિએ દોઢ વર્ષ અગાઉ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.








