સુરતમાં પતરાના શેડના સીલ ખોલી આપવાની માગ સાથે ભાડૂઆતોએ કહ્યું, 'અમે 25 દિવસથી ધંધા રોજગાર વિહોણા છીએ'
રાજકોટમાં પતરાના શેડમાં ધમધમતા ગેમઝોનમાં સર્જાયેલી કરૂણાંતિકાના પડઘાં સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ઠે

રાજકોટમાં પતરાના શેડમાં ધમધમતા ગેમઝોનમાં સર્જાયેલી કરૂણાંતિકાના પડઘાં સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ઠેર ઠેર ગેરકાયદે ચાલતી ફાયરસેફ્ટી વિનાની પ્રવૃતિઓ પર સીલ લગાવવાની કામગીરી થઈ રહી છે. ત્યારે છેલ્લા 25 દિવસથી ધંધા રોજગાર વિહોણા અને ભાડાની જગ્યામાં પતરાના શેડ બનાવીને ચાલતા રેસ્ટોરંટ, ઓનલાઈન, ગેરેજ, ફેબ્રિકેશ જેવા અલગ-અલગ ધંધાવાળા ૪૦૦ થી વધારે લોકોએ ધંધા રોજગાર પૂર્વવત કરવા દેવાની રજૂઆત સાથે માગ કરતા પ્રશ્નો ઉઠાવ્યા હતાં.
ભાડૂઆતો પરેશાન
ધંધાદારીઓએ કહ્યું કે, અમે નાના માણસો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા ભાડાની જગ્યામાં પતરાના શેડમાં ધંધો કરીએ છીએ. અમારી પાસે ઘરની પીતાની) જગ્યા કે બાંધકામ કરી શકીએ બેટલા અમારી પાસે રૂપિયા નથી.ભાડાની જગ્યા ટુંકી મુદત માટે જ મળે છે, જેની અવધી ૧૧ મહિના કે ર વર્ષ સુધીની જ હોય છે, એટલે એમ પણ પાકું બાંધકામ કરી શકતા નથી. ૨૫ - ૨૫ દિવસથી અમારા ધંધાને રાતો રાત શીલ મારીને બંધ કરી દેવામાં આવ્યા છે.
સવાલો ઉઠાવ્યા
SMC દ્વારા એવું કહેવામાં આવે છે કે પતરાના શેડમાં SMC દ્વારા કોઈ પણ કોમર્શીયલ એકટીવીટી માટે ટેમ્પરરી પરમીશન આપવામાં આવતી નથી તો અમારે પરમીશન લેવા માટે કવાં જવું ? આવી પરમીશન માટે SMC દ્વારા વિચારણા કરીને કાયદો બનાવવામાં આવે. આ બધા પતરાના શેડ કોઈ એક દિવસ કે એક સત્રીમાં નથી બન્યાને ? તો આટલા પ્રમાણમાં શેડ કોની રહેમ નજર હેઠળ શરૂ થઈ ગયા ? જો પરમિશનની કાયદો જ નથી તો... હાલમાં જે શીલ મારવામાં આવ્યા છે તે પતરાના શેડ વાળી મિલકતોમાં પણ કાયદાના અમલીકરણમાં ભેદભાવ કરવામાં આવ્યા છે તો આવો ભેદભાવ કેમ ? સુરતમાં અંદાજીત ૫૦,૦૦૦ થી વધારે પતરાના શેડોમાં ધંધાઓ થઈ રહ્યા છે, જે બામ પબ્લીકને આંબે દેખાય છે તી ૨૦૦ શેડને જ શીલ કેમ ? અમારી આજીવિકાનું એક જ સાધન હતું જે SMC દ્વારા સીલ મારીને બંધ કરવામાં આવ્યું છે તો અમારું અને અમારા સ્ટાફનું ગુજરાન કોણ ચલાવશે ? અમારા બાળકોના ભણતરનું શું ? ઘરમાં આવતા મેડીકલ ખર્ચાઓ ક્યાંથી કરીએ ? ઘરના ભાડા અને જગ્યાના ભાડા ક્યાંથી ભરીએ ? હાલમાં અમે ઘર વગરના થઈ જઈશું કારણ કે ભાડા ભરવાનો કોઈ રસ્તો અમારી પાસે નથી તેવી રજૂઆત કરવામાં આવી છે.








