મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડા: કઠલાલમાં અસામાજિક તત્વોનો શાંતિ ડહોળવાનો પ્રયાસ, યુવકોના વાહન પર ટોળાએ કર્યો હુમલો

ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. છેલ્લાં એક

ખેડા: કઠલાલમાં અસામાજિક તત્વોનો શાંતિ ડહોળવાનો પ્રયાસ, યુવકોના વાહન પર ટોળાએ કર્યો હુમલો

ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. છેલ્લાં એક અઠવાડિયામાં રાજ્યમાં પાંચમી વખત શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના કઠલાલમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર કોમવાદ ફેલાય તેવા મેસેજ મોકલીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ

સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર કોમવાદ ફેલાય તેવા મેસેજ મોકલીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. જેની સામે ફરિયાદ કરવા પહોંચેલા યુવકોના વાહન પર ટોળાએ એકા-એક હુમલો કર્યો હતો. આ વાતની જાણ થતાં જ પોલીસે મોડી રાત્રે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ મામલો ફરી વકરે નહીં તેની સાવચેતી રૂપે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી પોતે ઘટનાસ્થળે આવી પહોંચ્યા

આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી પોતે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. ત્યારબાદ SOG, LCB ની ટીમ બીજા દિવસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ કઠલાલ અને મહુધા પંથકમાં પોલીસનું પેટ્રોલીંગ અને બંદોબસ્ત છે.

આ સમાચાર શેર કરો