VIDEO: રામોલમાં પ્રસંગમાં યુવકોએ તલવાર લહેરાવી, વીડિયો વાયરલ થતા પોલીસે કરી ધરપકડ

અમદાવાદના રામોલમાં થોડા દિવસ પહેલા એક ઇવેંટમાં 4 જેટલા યુવકો હાથમાં ખુલ્લી તલવાર રાખીને નાચી રહ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. જે બાદ પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા હતા અને અમદવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ શું છે તે જગજાહેર થઇ હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં ખુલ્લી તલવારો સાથે ડાન્સ કરી રહેલા 4 જેટલા લોકોને હવે અમદાવાદ પોલીસે ઝડપી પડ્યા છે.

