મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઈડર-વડાલી હાઇવે પર થયેલા ભીષણ અકસ્માતમાં વધુ એક મહિલાનું મોત

થોડા દિવસ અગાઉ ઇડર-વડાલી હાઇવે પર થયેલા ભીષણ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા

ઈડર-વડાલી હાઇવે પર થયેલા ભીષણ અકસ્માતમાં વધુ એક મહિલાનું મોત

થોડા દિવસ અગાઉ ઇડર-વડાલી હાઇવે પર થયેલા ભીષણ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા જ્યારે 33 લોકો ઈજકાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર હેઠળ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે સારવાર હેઠળ દાખલ એક મહિલાનું મોત નીપજ્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના ઇડર-વડાલી સ્ટેટ હાઇવે પર ગુરુવારે મોડી સાંજે સર્જાયો હતો આ અકસ્માત. ટ્રક અને જીપ વચ્ચે થયેલા આ ગંભીર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને લગભગ 27 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર એક જીપમાં મુસાફરોને કેપેસિટી કરતાં વધારે ભર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે કેપેસિટીથી વધારે મુસાફરો ભરેલી જીપનો અકસ્માત થતાં 4 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે એક મહિલાનું મોત નિપજતા મોતનો આંકડો 3 એ પહોંચ્યો છે. જીમની બેન બાબુભાઈ પારધી નામની ૪૦ વર્ષીય મહિલાનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું. મહિલા પોશી તાલુકાના કોટડા છાવણીની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વરા અકસ્માતનો ગુનો નોંધી તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો