VIDEO: ઈરાનના આઈલેન્ડ પર ફસાયેલા ઉમરગામના માછીમારોનો વધુ એક વીડિયો વાયરલ, સરકાર પાસેથી માંગી મદદ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ઘેરાતા યુદ્ધના વાદળ


ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ઘેરાતા યુદ્ધના વાદળો વચ્ચે વલસાડ જિલ્લાના 72 માછીમારો ઈરાનના કિસ આઈલેન્ડ પર ફસાયા છે. છેલ્લા 25 દિવસથી બોટ પર રહેવા મજબૂર આ માછીમારોએ વીડિયો સંદેશ દ્વારા ભારત સરકાર પાસે વતન પરત લાવવા આજીજી કરી છે. ખાવા-પીવાની તકલીફ અને વધતા જતા યુદ્ધના ભય વચ્ચે આ પરિવારો વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.



