મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધરમપુરમાં વીજ વાયરની ચોરીના રેકેટનો પર્દાફાશ, લાખોના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ

વલસાડની ધરમપુર પોલીસે લાખો રૂપિયાના વીજ વાયરની ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પો

વલસાડની ધરમપુર પોલીસે લાખો રૂપિયાના વીજ વાયરની ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વીજ કંપનીના 835 કિલોથી વધુના એલ્યુમિનિયમના કેબલ ભરેલો ટેમ્પો જપ્ત કર્યો છે. આ સાથે જ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ બાદ ફુલવાડી ફાટક પાસે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા, ત્યાંથી પણ લાખોનો ચોરીનો વીજ વાયરનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે. આરોપીઓએ DGVCL કંપનીના 11 કેવી.ના એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી હતી. છ લાખથી વધુના વીજવાયર અને ટેમ્પો સહિત આઠ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

આ સમાચાર શેર કરો