Dwarka news: દ્વારકાના દરિયા કિનારે વધુ એક બિનવારસી કન્ટેનર મળ્યું, તંત્ર સાબદું
Dwarka news: દ્વારકા તાલુકાના ધરેવાડ ગામના દરિયા કિનારે વધુ એક કન્ટેનર મળી આવતા પોલીસ તાત

Dwarka news: દ્વારકા તાલુકાના ધરેવાડ ગામના દરિયા કિનારે વધુ એક કન્ટેનર મળી આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. થોડા દિવસ અગાઉ દ્વારકાના વરવાળા અને મીઠાપુર ગામના દરિયાકાંઠેથી આવા જ બિનવારસી હાલતમાં કન્ટેનર મળી આવ્યા હતા.
છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર-દ્વારકાના દરિયામાંથી બિનવારસી કન્ટેનર મળવાનો સિલસિલો જારી છે. છેલ્લા એક મહિનામાં જ 6 થી 7 જેટલા બિનવારસી કન્ટેનર દરિયા કિનારે બિનવારસી હાલતમાં મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે. ત્યારેે આજે દ્વારકા તાલુકાના ધરેવાડ ગામના દરિયા કિનારે વધુ એક બિનવારસી કન્ટેનર મળી આવ્યું છે. આ અંગેની જાણ દ્વારકા પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી છે. ત્યારે આ ત્રીજું કન્ટેનર મળી આવતા લોકોમાં પણ કુતુહૂલ સર્જાયું હતું અને કન્ટેનર જોવા દરિયા કિનારે ઉમટી પડ્યા હતા.




