મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વધુ એક શાળાના વિદ્યાર્થીઓના સીનસપાટા, ફેરવેલમાં લક્ઝુરિયસ કારમાંથી પાડ્યા રોલા..

સુરતની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા થોડા સમયથી વિવાદમાં રહે છે. ધોરણ 12ની ફેરવેલ પાર્ટીને યાદગાર અને અનોખી બનાવવા માટે લક્ઝુરિયસ

સુરતમાં વધુ એક શાળાના વિદ્યાર્થીઓના સીનસપાટા, ફેરવેલમાં લક્ઝુરિયસ કારમાંથી પાડ્યા રોલા..

સુરતની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા થોડા સમયથી વિવાદમાં રહે છે. ધોરણ 12ની ફેરવેલ પાર્ટીને યાદગાર અને અનોખી બનાવવા માટે લક્ઝુરિયસ કારમાં બેસીને સીનસપાટા કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. ફાઉન્ટેન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં ગોડાદરા વિસ્તારમાં આવેલી અરિહંત એકેડમી સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓએ સીન સપાટા કરીને રોલા પાડ્યા હોવાનું સામે આવતાં પોલીસે કાર્યવાહી કરી છે.

જોખમી સીન સપાટા 

ગોડાદરાની અરિહંત એકેડેમી સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા સીન સપાટા કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓમાં ફેરવેલનો નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક અને આરટીઓના નિયમોની ઐસી તૈસી કરી લક્ઝરીયસ કારમાં જોખમી રીતે સીન સપાટા કરવામાં આવ્યાં હતાં. જે બાદ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. અન્ય વાહન ચાલકોની અવરજવર વચ્ચે લક્ઝરીયસ કારમાં સવાર થઈ વિદ્યાર્થીઓ દ્વારા સીન સપાટા કરાયા હતાં.

બે ઝડપાયા

ખુલ્લી લક્ઝરીયસ કારમાં હાથમાં  ઇલેક્ટ્રિક કલર ફોમ સ્ટીક વડે સીન સપાટા કર્યા હતાં. વાયરલ વીડિયો બાદ ગોડાદરા પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે. જેમાં કાર ચાલક જોકારામ કાનાજી ચૌધરી અને દેવેન્દ્ર મહેન્દ્રસિંહ રાજપૂત સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે બે લક્ઝુરીયસ કાર કબ્જે કરી છે. જ્યારે અન્ય બે કાર બહાર હોવાથી કબ્જે લેવાની બાકી છે. શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો ફેરવેલ કાર્યક્રમ હતો. જે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વિધાર્થીઓએ ખુલ્લી કારમાં સીન સપાટા કર્યા હતાં. પોલીસે શાળાના સંચાલકોને બોલાવી ઠપકો આપ્યો હતો.

આ સમાચાર શેર કરો