કરમસદને મનપામાંથી અલગ કરવાની માંગને મામલે પોલીસે 9થી વધુ આંદોલનકારીઓની કરી અટકાયત
સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને મનપામાંથી અલગ કરવાની માંગને મામલે પોલીસે ખાનગી ઇ

સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને મનપામાંથી અલગ કરવાની માંગને મામલે પોલીસે ખાનગી ઇમારતમાં ઘુસીને 9 કરતાં વધુ આંદોલનકારીઓની અટકાયત કરી છે. ગત 9 તારીખથી મીથીલેશ અમીનએ અન્ય યુવાઓ અને આગેવાનો સાથે મળી કરમસદ બચાવવા માટે ઘરણા શરૂ કર્યા હતા. સ્થાનિક બીન નિવાસી ભારતીયોએ પણ આંદોલનને ટેકો આપ્યો હતો.
પોલીસે આજે મીથીલેશ અમીન સહિત સમર્થકોની અટકાયત કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. શાંતિથી ગાંધીચીંધ્યા માર્ગે કરમસદને આણંદ મહાનગર પાલિકાથી અલગ કરવાની માંગ સાથે વિરોધ ચાલતો હતો. વર્ષોથી કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવા માટે માંગ ચાલતી હતી. પોલીસની કાર્યવાહી સરકારના દબાણમાં થઈ રહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો. તેમજ પોલીસ થકી આંદોલનને કવાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.



