“આ રીતે માફી માંગે તો રૂપાલાને માફ કરો”, રૂપાલા વિવાદમાં જામનગર રાજવી જામસાહેબે બીજો પત્ર જાહેર કર્યો
Parshottam Rupala Controversy : પરશોત્તમ રૂપાલા વિવાદમાં એક બાદ એક મોટા સમાચાર સા

Parshottam Rupala Controversy : પરશોત્તમ રૂપાલા વિવાદમાં એક બાદ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરશોત્તમ રૂપાલા વિવાદમાં ગઈકાલે 9 એપ્રિલે રાજકોટના રાજવી માંધાતાસિંહજીએ પત્રકાર પરિષદ કરી હતી. તો જામનગરના રાજવી જામસાહેબે પણ એક પત્રકાર પરિષદ કરી સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું, જેમાં જામસાહેબે કહ્યું હતું કે લોકશાહીની રીતે પરશોત્તમ રૂપાલાને હરાવવા જોઈએ.
હવે આજે 10 એપ્રિલે જામસાહેબે બીજો પાત્રજાહેર કર્યો છે, જેમાં કહ્યું છે કે રૂપાલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ધર્મગુરુઓની મળી માંગે તો તેમને માફ કરી દેવા જોઈએ. જામસાહેબે ગઈકાલના પત્રમાં રૂપાલાને હરાવવાની વાત કરી હતી અને આજના પત્રમાં રૂપાલાને માફી આપવાની વાત કરી છે.
રૂપાલા વિવાદમાં જામસાહેબનો બીજો પત્ર
“મારા ગઇકાલના રૂપાલાજીના નિવેદન બાબતેના પત્રના અનુસંધાનમાં
ગઇકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ.
મારા ધ્યાન પર આવ્યુ કે રૂપાલાએ પહેલા બે વાર માફી માંગી લીધી છે, પરંતુ આટલુ પૂરતુ નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો “ક્ષમા વિરસ્ય ભુષણમ્”ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.
આ ચુંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચુંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ.”








