Gujarat news: વધુ એક આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી; હજી અઠવાડિયું પડશે વરસાદ, જાણો ક્યાં અપાયું એલર્ટ?
રાજ્યમાં દિવાળી બાદ પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના

રાજ્યમાં દિવાળી બાદ પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના સ્થળોએ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના તૈયાર પાકનો સોથ વળી ગયો છે, ત્યારે હવામાન વિભાગની વધુ એક આગાહીથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના
અરબસાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે હજુ વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ પડવાની આગાહી વ્યકત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં બે દિવસ યેલો એલર્ટ બાદ વરસાદનું જોર વધશે. દરિયામાં આજથી ચાર દિવસ બાદ પવનનું જોર પણ વધશે, જેથી માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.




