મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં વધુ એક આગનો બનાવ; ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે, ધૂમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા

સુરતના કતારગામ સ્મશાન ગૃહ સામે મંડપના ગોડાઉનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના 10થી વધુ વાહન

સુરતના કતારગામ સ્મશાન ગૃહ સામે મંડપના ગોડાઉનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના 10થી વધુ વાહનો ઘટના સ્થળે પહોંચ્યા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પતરાના શેડમાં મંડપનું ગોડાઉન આવેલુ છે, જ્યાં આગ લાગી હતી અને આગનો ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો.  

પતરાના શેડમાં મંડપના ગોડાઉનમાં આગ લાગી

ગત રોજ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી હતી. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, ત્યારે આજે સુરતમાં વધુ એક જગ્યાએ આગ લાગવાનો બનાવ બન્યો છે. કતારગામ સ્મશાન ગૃહ સામે મંડપના ગોડાઉનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના 10થી વધુ વાહનો ઘટના સ્થળે પહોંચ્યા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પતરાના શેડમાં મંડપના ગોડાઉનમાં આગ લાગી હતી અને આગનો ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આગની લીધે કોઈ જાનહાનિ થઈ  નહોતી. 

આ સમાચાર શેર કરો