મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar news: વધુ એક ખેડૂતે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પાક નિષ્ફળ જતાં ભર્યું અંતિમ પગલું

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રબારીકા ગામે ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

Bhavnagar news: વધુ એક ખેડૂતે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પાક નિષ્ફળ જતાં ભર્યું અંતિમ પગલું

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રબારીકા ગામે ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ખેતીનો પાક નિષ્ફળતા જતા આપઘાત કર્યો હોવાનો એક ખેડૂત આગેવાને જણાવ્યું છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 

ઝેરી દવા પી આત્મહત્યા કરી

પ્રાપ્ત માહિતી મુજબ સિહોર તાલુકાના રબારીકા ગામે રહેતા ધનજીભાઈ જાની નામના ખેડૂતે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. આ  અંગે ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈ મોરીના જણાવ્યા પ્રમાણે ખેતીનો પાક કમોસમી વરસાદના કારણે નિષ્ફળ જવાથી તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા, જેના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો