મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: નારોલમાં કેમિકલ રિએક્શનમાં વધુ એક કર્મચારીનું મોત, ફેક્ટરીનો માલિક 6 દિવસના રિમાન્ડ પર

અમદાવાદના નારોલમાં દેવી સિન્થેટિક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા બે શ્રમિકનાં મોત થયા હતા. જ્યારે આજે વધુ એક કર્મચ

અમદાવાદ: નારોલમાં કેમિકલ રિએક્શનમાં વધુ એક કર્મચારીનું મોત, ફેક્ટરીનો માલિક 6 દિવસના રિમાન્ડ પર

અમદાવાદના નારોલમાં દેવી સિન્થેટિક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા બે શ્રમિકનાં મોત થયા હતા. જ્યારે આજે વધુ એક કર્મચારીનું મોત નિપજ્યું છે. પરિણામે મૃત્યુઆંક ત્રણ થઈ ગયો છે. બીજી તરફ કોર્ટે આરોપી ફેક્ટરીના માલિકના 4 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં ગેસ ગળતર થયું હતું. જેના કારણે નવ શ્રમિકોને અસર થતા બેભાન થયા હતા. આ દરમિયાન હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે 108 બોલાવી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ત્યારે આજે વેન્ટિલેટર ઉપર રહેલા વધુ એક કર્મચારીનું મોત નિપજ્યું છે.

બીજી તરફ નારોલની ગેસ ગળતર ઘટના મામલે પોલીસે ફેક્ટરીના માલિક વિનોદ અગ્રવાલ સહિત ફેક્ટરીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધીને ફેક્ટરીના માલિકની ધરપકડ કરી હતી. પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

આ સમાચાર શેર કરો