મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: નકલી અધિકારી સામે ક્રાઈમ બ્રાન્ચમાં બીજી ફરિયાદ, શખ્સને ઠગ્યો અને રફુચક્કર

રાજ્યમાં નકલી કચેરી, નકલી ટોલનાકું, નકલી કોલેજ પછી વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે. રાજ

અમદાવાદ: નકલી અધિકારી સામે ક્રાઈમ બ્રાન્ચમાં બીજી ફરિયાદ, શખ્સને ઠગ્યો અને રફુચક્કર

રાજ્યમાં નકલી કચેરી, નકલી ટોલનાકું, નકલી કોલેજ પછી વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં એક સમયે નકલી PMO અધિકારી બનીને ફરતા કિરણ પટેલ પછી વધુ એક મહાઠગનો પર્દાફાશ થયો છે.  PMO, CBI અને  NIA જેવી એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપીને છેતરપીંડી આચરતા શખ્સ વિરુદ્ધ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઠગબાજની ઓળખ રૂપેશ દોશી તરીકે થઈ

ઉલ્લેખનીય છે કે આ ઠગબાજની ઓળખ રૂપેશ દોશી તરીકે થઈ છે,  આ ઠગબાજ સાઉથ બોપલ વિસ્તારમાં રહે છે. ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપીને શખ્સે મોટી ઠગાઈ આચરી હતી.

અગાઉ સરકારી અધિકારી સાથે છેતરપિંડી આચરી

 વિવિધ હોટલ અને રેસ્ટોરેન્ટમાંથી જમવાનું મંગાવ્યું

ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે ઠગબાજે ખોટી ઓળખ આપીને ખોટો પ્રભાવ ઉભો કર્યો હતો. શખ્સને રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ પ્રોજેક્ટમાં કામ અપાવશે અને ઈચ્છિત જગ્યા પર બદલી કરાવાની પણ લાલચ રૂપેશ દોશીએ આપી હતી.  ઠગબાજે ખોટી ઓળખ આપીને વિવિધ હોટલ અને રેસ્ટોરેન્ટમાંથી જમવાનું મંગાવ્યું, સાથે અલગ અલગ સમયે નાસ્તાઓ પણ મંગાવ્યા, ટેક્ષ પણ બુક કરાવીને ફર્યો હતો. તો બીજી તરફ આ ઠગબાજે બદલી કરાવવાના હજારો રૂપિયા પણ પડાવ્યા હતા.

ક્રાઈમબ્રાન્ચમાં બીજી ફરિયાદ દાખલ

ત્યારે હવે જે બીજી ફરિયાદ નોંધવામાં આવી છે, તેમાં અન્ય શખ્સ સાથે  આ જ પ્રકારની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.  શખ્સે ફરિયાદમાં ઉલ્લેખ  કર્યો છે કે ઠગબાજે અંદાજીત 15-20 હજારની છેતરપિંડી આચરી છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને ઠગબાજ રૂપેશ દોશી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો