મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં વધુ એક બાળકનો HMPV રિપોર્ટ આવ્યો પોઝિટિવ

અમદાવાદમાં નવ વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં ચીનના વાયરસ HMPVના અત્યાર સુધી 3 કેસ

અમદાવાદમાં વધુ એક બાળકનો HMPV રિપોર્ટ આવ્યો પોઝિટિવ

અમદાવાદમાં નવ વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં ચીનના વાયરસ HMPVના અત્યાર સુધી 3 કેસ નોંધાયા છે. નવ વર્ષના બાળકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. શરદી ખાંસી તાવ હોવાથી તેને દાખલ કરાયો હતો. બાળકને છ તારીખે દાખલ કરાયું હતું અને 9 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

હિંમતનગરમાં બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હાલ ICUમાં રાખવામાં આવ્યો છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 

અમદાવાદમાં HMPV વાયરસના બે કેસ

અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. મળતી માહિતી અનુસાર  વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં HMPV વાયરસનો આ ત્રીજો કેસ છે. 80  વર્ષીય વૃદ્ધ દર્દી  સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે. અસ્થમાની બીમારી ધરાવતા દર્દીનો HMPV કેસ પોઝિટિવ આવ્યો છે.

HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઇઝરી

ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઈરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે RTPCR ટેસ્ટ ફરજીયાત કરાશે.

આ સમાચાર શેર કરો