મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડો. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મુદ્દે કમિશ્નરને રજૂઆત,સ્થાનિકોએ આપ્યું ખોખરા બંધનું એલાન

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાન

ડો. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મુદ્દે કમિશ્નરને રજૂઆત,સ્થાનિકોએ આપ્યું ખોખરા બંધનું એલાન

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે (24મી ડિસેમ્બર) ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ સંભલ બાદ અમેઠીમાંથી મળ્યું 120 વર્ષ જૂનું શિવ મંદિર, લઘુમતી સમુદાયે કબજો કર્યાનો આરોપ

સ્થાનિકોએ રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવવા માટે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના મામલે પોલીસ જાતે જ ફરિયાદી બની છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશનને રજૂઆત કરવામાં આવી

ખોખરાની જયંતિ વકીલની ચાલીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખંડિત કરવાની ઘટનાને લઈને કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને amc વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ થાય તે માટે પોલીસ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદ પોલીસ કમિશનર કોંગ્રેસના ડેલિગેટને કહ્યું કે, અમારી કુલ ૨૦ ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે. મોડી રાતથી 1,000થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. ઝડપથી આ કેસના આરોપીઓ પકડી લેવામાં આવશે. 

સ્થાનિક લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા

ખોખરાની જયંતિ વકીલની ચાલીના લોકો ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા છે. ખોખરા સર્કલ, હાઉસિંગ વિસ્તાર અને બાલભવન થઈ અને સમગ્ર વિસ્તારને બંધ કરાવવા માટે તેઓ દ્વારા તમામ દુકાનદારોને અપીલ કરવામાં નીકળ્યા છે. પોલીસે સાથે રહી અને સ્થાનિક લોકોએ દુકાનો બંધ કરાવી રહ્યા છે.

સામાજિક સમરતા મંચ-ગુજરાત દ્વારા આવેદન પત્ર

રવિવારે (23મી ડિસેમ્બર) અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીની અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. આ વિષયનેધ્યાનમાં રાખી સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા કલેકટર અને પોલીસ કમિશ્નરને આ નિંદનીય ઘટનાને વખડતું આવેદન આવામાં આવ્યું હતું. 

આ દુષ્કૃત્ય સામાજિક સૌહાર્દ અને ભાઈચારાને દૂષિત કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મલીન ઇરાદાથી કરવામાં આવ્યું છે. સામાજિક સમરસતા મંચ, ગુજરાત આ કૃત્યને સખત શબ્દોમાં વખડી કાઢે છે. આ જઘન્ય કૃત્યના કર્તા-હર્તા વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી આ દોષિતોને દંડિત કરવા માટે ત્વરિત કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે આપને નમ્ર વિનંતી છે.

આ સમાચાર શેર કરો