અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, દર્શક ઠાકર સહિત 3 મહામંત્રીની નિમણૂંક
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની નિમણૂંક બાદ તેમની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 3 મહામ

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની નિમણૂંક બાદ તેમની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 3 મહામંત્રી 8 મંત્રી 8 ઉપપ્રમુખોના નામની જાહેરાત કરી છે. આજે અમદાવાદ ભાજપ શહેર સંગઠનનું સમગ્ર માળખું જાહેર કરવામાં આવ્યું છે. વિવિધ વોર્ડમાંથી કાર્યકરોને વિવિધ જવાબદારી ઉપર નિયુક્ત કરાયા છે. અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે દર્શક ઠાકર, ગૌતમ કથીરિયા, જશુભાઈ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં આઠ જેટલા ઉપપ્રમુખની નામની પણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર બીજેપીના કોષાધ્યક્ષ તરીકે તેજસભાઈ દેસાઈ ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કાર્યાલય મંત્રી તરીકે જીગ્નેશભાઈ જોરે ની નિમણૂક કરાઈ છે.કાર્યાલય મંત્રી અભય વ્યાસની નિમણૂક કરાઈ છે.




