મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ankleshwar : સલ્ફર ક્રોપકેર કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ થયો બ્લાસ્ટ

Ankleshwar News blast occurred after short circuit in Sulfur Crop Care Company | Ankleshwar News : અંકલેશ્વરની પાનોલી GIDCમાં સલ્ફર ક્રોપ કેર કંપનીમાં

Ankleshwar : સલ્ફર ક્રોપકેર કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ થયો બ્લાસ્ટ

Ankleshwar News : અંકલેશ્વરની પાનોલી GIDCમાં  સલ્ફર ક્રોપ કેર કંપનીમાં બ્લાસ્ટ સાથે આગથી દોડધામ મચી જવા પામી હતી. સ્પ્રેડ્રાયરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. સલ્ફર આધારિત જંતુનાશક દવાના રસાયણને લઇ નજીકના ગ્રામજનોમાં આખોની બળતરાની ફરિયાદ ઉઠી હતી. ઘટના અંગે GPCBની ટીમે તપાસ શરુ કરી હતી.

પાનોલી GIDCમાં સંજાલી ગામ નજીક આવેલ સલ્ફર ક્રોપકેર કંપનીમાં આજરોજ ફંગીસાઈડની જંતુનાશક દવા બનાવવાની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન કોઈ કારણોસર સ્પ્રેડ્રાયરમાં સ્પાર્કના કારણે આગ ભભુકી ઉઠી હતી અને અચાનક બ્લાસ્ટ થયો હતો. 

ઘટનાને પગલે કંપનીના સેફટી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા તેમજ પાનોલી ફાયર ટીમને જાણ થતા ફાયર કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

ઘટનામાં ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવાયો હતો. કોઈ જાનહાનીના સર્જતા કંપની સંચાલક અને તંત્રએ હાશકરો અનુભવ્યો હતો. જો કે ઘટનામાં સલ્ફરને કારણે હવામાં ધુમાડો  ફેલાતા નજીક આવેલ સંજાલી ગામમાં લોકોને આખોમાં બળતરા થઇ હતી જેને લઇ ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો તેમજ કંપની ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર રજુઆત કરી હતી. 

ઘટનાને પગલે GPCBની મોનીટરીંગ ટીમ પણ દોડી આવી હતી અને સેમ્પલ લીધા હતા તેમજ કંપની નોટિસ આપી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.  

આ સમાચાર શેર કરો