મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વર: GIDCની ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ, 4 શ્રમિકોના મોત

ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ચાર કામદારોના મોત થયા છે. મળતી માહિતી અનુસા

અંકલેશ્વર: GIDCની ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ, 4 શ્રમિકોના મોત

ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ચાર કામદારોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. દુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી હતી. 

સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતા 4ના મોત

બ્લાસ્ટની ઘટનામાં કંપનીના કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. બ્લાસ્ટની ઘટના બનતા જ કંપનીમાં રહેલા તમામ કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કામદારોના પરિવારો પણ કંપનીની બહાર એકઠા થયા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલો, ગ્રામ્ય સેશન કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી

ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ

અંકલેશ્વર GIDCમાં  ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી, જેના પગલે નજીકમાં કામ કરતાં ચાર કામદારો ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો