મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વર / ઝઘડિયામાં લૂંટ‌ વીથ મર્ડરના કેસમાં કોર્ટે 10 આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

ઝઘડિયાની આરતી કંપનીમાં પાંચ વર્ષ પહેલા થયેલા લૂંટ‌ વીથ મર્ડરના ક

અંકલેશ્વર / ઝઘડિયામાં લૂંટ‌ વીથ મર્ડરના કેસમાં કોર્ટે 10 આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

ઝઘડિયાની આરતી કંપનીમાં પાંચ વર્ષ પહેલા થયેલા લૂંટ‌ વીથ મર્ડરના કેસમાં અંકલેશ્વર કોર્ટે 10 જેટલા આરોપીઓને એક સાથે આજીવન કેદની સજા ફટકારી છે. 

ઝઘડિયા GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં  તા.12 જૂન 2018  ના રોજ  રાત્રિના સમયે 10થી 12 જેટલા શખ્સો  સ્ટીલના  પાઇપો ચોરી ગયા હતા. સિક્યુરિટી ગાર્ડે  ઝઘડિયા GIDC પોલીસને જાણ કરી  હતી એન  કંપનીની  ગાડી લઈ કંપનીના સિક્યુરિટી અંકિત યોગી, રામપ્રકાશ પાલ સહિતના સિક્યુરિટી ગાર્ડ સાથે ચોરોનો પીછો કરવા નીકળ્યા હતા. 

આગળ જતા ઝઘડિયા પોલીસ પણ સિક્યુરિટીની ગાડી સાથે ભેગી થઈ ગઈ હતી. તે દરમિયાન કંપનીના પાછળના ભાગે ઝાડી ઝાંખરામાં ચોરી કરવા આવેલા પૈકીનાઓએ ત્રણ મોટર સાયકલ લોક કરી પાર્ક કરી હતી. કંપનીમાં ચોરી કરવા ઘૂસેલા 10થી 12 ઈસમોએ  પોલીસ તથા કંપનીના સિક્યુરિટી પર હુમલો કર્યો હતો. ધારીયા, લાકડી  જેવા જીવલેણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા  સિક્યુરિટી ગાર્ડ રામપ્રકાશ પાલ ગંભીર રીતે ઘવાયો હતો તેને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળે જ મોત નીપજ્યું હતું. 

આ દરમિયાન હુમલાખોરે  ઝઘડિયા પોલીસના કોન્સ્ટેબલ જશવંતભાઈ સાથે પણ ઝપાઝપી કરી ઇજા પહોંચાડી મોબાઈલ ફોન  લઈ ગયા હતા. આ ઘટનામાં કંપનીના સિક્યુરિટી કર્મચારી અંકિત મોહન જોગીએ ઝઘડિયા  પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. 

આ કેસ અંકલેશ્વરના  બીજા એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એસ.જે પાંડેની કોર્ટમાં  ચાલી જતા અને ફરિયાદ પક્ષે સરકારી વકીલ  ચેતન  મોદીની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર  જજ એસ.જે પાંડેએ  જીગ્નેશ જયંતી વસાવા, રાહુલ જયંતિ વસાવા, પંકજ પ્રવીણ વસાવા, રાકેશ  વસાવા, સંજય કંચન વસાવા, સુરેશ સોમા વસાવા, સુરેન્દ્ર અરવિંદ વસાવા, હસમુખ મહેન્દ્ર વસાવા,  હિતેશ અરવિંદ વસાવા  અને  દિનેશ  વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ સમાચાર શેર કરો