ભરૂચ નજીક અંકલેશ્વર બુરહાનપુર હાઈવેની હાલત કથળી, 3 વાહનોના ટાયર ફાટયા
ભરૂચ જિલ્લામાં ચોમાસાના વરસાદમાં અંકલેશ્વર બુરહાનપુર રાજ્યધોરી માર્ગ નંબર 13 ની હાલત એકદમ ખ

ભરૂચ જિલ્લામાં ચોમાસાના વરસાદમાં અંકલેશ્વર બુરહાનપુર રાજ્યધોરી માર્ગ નંબર 13 ની હાલત એકદમ ખરાબ થઇ ગઈ છે. ખાડા પૂરવા કપચી અને ડસ્ટ નાખી પુરવામાં આવી રહ્યા છે.આ ખાડા પુરાણ ઉપર વરસાદ પડતાં અને ટ્રકો ચાલતા બધું મટીરીયલ છૂટું પડી રસ્તામાં વિખેરાય ગયું છે.આ કપચા ઉપરથી ટ્રકો અને અન્ય વાહનો જતા રોજના કેટલાય વાહનોના ટાયરમાં ચીરા પડી ફાટી રહ્યા છે .
કપચીના કારણે લાખોનું નુકશાન
100 મીટરમાં ત્રણ ત્રણ વાહનો ટાયર ફાટવાથી ઊભા હોય છે ટ્રકનું એક ટાયર ફાટે એટલે 25 હજારનું નુકશાન જ્યારે એક જોટો ફાટે એટલે 50 હજાર એક ઝાટકે નુકશાન થઇ રહ્યુ છે રોજના 100 થી 150 વાહનો આ કપચાને કારણે લાખો રૂપિયાનું નુકશાન ભોગવી રહ્યા છે.
રસ્તાના રિપેરિંગમાં દેવાળું ફુંકાયું
કોસમડીથી કોંઢ સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલીંગ કરી રસ્તો રીપેર કરવાની કામગીરી હાથ ધરી છે .રસ્તાની મરામત કરવા માટે રોડ ખાતાએ તેની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. રસ્તા વચ્ચે મેટલ ખાલી કરી ઢગલા કર્યા છે અને રસ્તો રીપેર કરવામાં આવે છે જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.








