મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાસુ સાથે વારંવાર ઝઘડો થતાં ગુસ્સામાં દિલ્હીથી બિહાર જવા નીકળેલી વહુ વાપીમાં પડી વિખૂટી, અને પછી..

સાસુ સાથે વારંવાર ઝઘડો થતાં વહુ કંટાળી ગઈ હતી. જેથી દિલ્હી

સાસુ સાથે વારંવાર ઝઘડો થતાં ગુસ્સામાં દિલ્હીથી બિહાર જવા નીકળેલી વહુ વાપીમાં પડી વિખૂટી, અને પછી..

સાસુ સાથે વારંવાર ઝઘડો થતાં વહુ કંટાળી ગઈ હતી. જેથી દિલ્હીમાં પોતાના ઘરેથી વતન બિહાર જવા વહુ નીકળી ગઈ હતી. ઘરેથી ટ્રેન મારફતે બિહાર જવા નીકળ્યા બાદ તે ખોટી ટ્રેનના કારણે વાપી ઉતરી ગઈ હતી. વાપી રેલવે સ્ટેશન પર રડવા લાગી હતી. નોધારી થઈ ગયેલી મહિલાની વ્હારે વલસાડ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર વલસાડની ટીમ આવી હતી. 

મહિલા ખૂબ રડવા લાગી

મહિલા સાથે વાતચીત કરતાં જાણ થઈ હતી કે, તેણી નાલંદા બિહારના વતની છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનો પરિવાર કામ-કાજ અર્થે દિલ્લીમાં રહે છે. ઘરમાં સાસુ સાથે વારંવાર ઝઘડો થતો રહે છે. તા.૦૬-૦૭-૨૪ ના ઝઘડો થતા તેઓ ગુસ્સામાં ઘરેથી બિહાર જવા રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. તેઓને ટ્રેન વિશે વધુ માહિતી ન હોવાથી કોઈ અજાણ્યા વ્યક્તિને પૂછતાં તેઓએ બિહારના બદલે બીજી કોઈ ટ્રેનમાં બેસાડી દીધા હતા. અજાણ્યો વિસ્તાર જણાતા તેઓ વાપી સ્ટેશન ઉતરી ગયા હતા. ત્યાંથી બહાર નીકળી ખૂબ રડી રહ્યા હતા. તેથી તેમને કોઈ અજાણ્યા વ્યક્તિએ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચાડ્યા હતા. 

પતિએ કહ્યું કે..

મહિલાના પરિવારની જાણકારી મેળવી તેમના પતિ તેમજ બહેન સાથે સંપર્ક થતાં તેઓને સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમની ઓળખ કર્યા બાદ તેમના પતિ તેમજ બહેન સાથે મુલાકાત કરાવતા મહિલા ભાવુક થઈ ગયા હતા. તેમના પતિએ પણ જણાવ્યું કે હું મારી પત્નીને મારી સાથે ઘરે લઈ જવા માંગુ છું. કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાના પરિવારજનોની ખાતરી કર્યા બાદ પરિવારથી વિખૂટી પડેલી મહિલાનું પુન: મિલન કરાવવામાં આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો