Video: સુરેન્દ્રનગરને અસરગ્રસ્ત જાહેર ન કરાતા રોષ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ભારે અછતના કારણે તળાવો, ડેમો અને જળાશયો ખાલીખમ થઈ ગયા છે, જેને પગલે સાયલા, મૂળી, થાનગઢ અને ચોટીલા સહિતના વિસ્તારોમાં પાણીનું ગંભીર સંકટ ઊભું થતાં માલધારીઓએ હિજરત કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હોવા છતાં તેમાં સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો નથી. જેથી ખુદ ભાજપના જ ખેડૂત નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સુરેન્દ્રનગરને તત્કાલ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે ભાજપના ખેડૂત નેતા મોહન પટેલ સહિતના નેતાઓ મેદાને આવ્યા છે. તેમણે નારાજગી વ્યક્ત કરવાની સાથે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે કે સુરેન્દ્રનગરને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે..તેમણે ખેડૂતોને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે તથા પશુપાલકો માટે ઘાસચારા કેન્દ્ર શરૂ કરવાની માંગ કરી છે.








