મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:પર્યાવરણ દિનની ગ્રામસભામાં તંત્રની ઘોર બેદરકારી, સરપંચ-તલાટી સામે રોષ!"

"શું ગ્રામસભા ફક્ત કાગળ પર? નસવાડીમાં સરપંચ-તલા

"શું ગ્રામસભા ફક્ત કાગળ પર? નસવાડીમાં સરપંચ-તલાટી વિરુદ્ધ ગ્રામજનોના સૂત્રોચ્ચાર."

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રતનપુરા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની મનસ્વી નીતિ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.. સરકારે સમગ્ર રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો હતો. જો કે, રતનપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા આ સરકારી પરિપત્રના લીરેલીરા ઉડાડવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે.. તલાટી દ્વારા આ પંચાયત હેઠળ આવતા ૫ ગામના લોકોને ગ્રામસભા અંગે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી, જેથી ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી હતી..

"કાગળ પર ગ્રામસભા: રતનપુરામાં સરપંચ-તલાટીના 'બંધ બારણે' કાવતરા સામે ગ્રામજનોનો આક્રોશ!"

રતનપુરા જૂથ ગ્રામ પંચાયતનીગ્રામસભા ન યોજાતા રોષે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને સરપંચ તેમજ તલાટી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેઓ ગ્રામસભામાં અનેક પ્રશ્નોની રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ તલાટી અને સરપંચે બંધ બારણે માત્ર કાગળ પર જ ગ્રામસભા બતાવી દેવાનું કાવતરું રચ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યને પણ આ સભાની કોઈ જાણ કરાઈ ન હતી.

આ સમાચાર શેર કરો