મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુરમાં ગરીબ આદિવાસીને ધક્કા પર ધક્કા, વીડિયો વાયરલ કરાતા તંત્ર સફાળું જાગ્યું

છોટાઉદેપુર મામલતદાર કચેરીમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને

છોટાઉદેપુર મામલતદાર કચેરીમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને માનવતાહીન અભિગમ સામે આવ્યો છે. જ્યાં સિલીકોસિસ બીમારીથી મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારને ડિપોઝિટના નાણાં મેળવવા માટે બે મહિના સુધી ધરમધક્કા ખાવા પડ્યા હતા. સરકારની યોજના મુજબ 2 લાખની બાકી સહાય મેળવવા મૃતકના પૌત્રએ એપ્રિલ માસમાં અરજી કરી હોવા છતાં, અધિકારીઓએ કાગળો તિજોરીમાં દબાવી રાખી અરજદારને હેરાન કર્યા હતા.

આખરે રોષે ભરાયેલા પરિવારજનો અને સામાજિક આગેવાનોએ કચેરીમાં હોબાળો મચાવી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તંત્ર સફાળું જાગ્યું હતું અને મામલતદારે તાત્કાલિક કાગળો બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્યમંત્રીની કડક સૂચનાઓ છતાં ગરીબ આદિવાસી પરિવારને પોતાના હકના નાણાં માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો તે અધિકારીઓની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે.

આ સમાચાર શેર કરો